Connect Gujarat
ગુજરાત

નવસારી : મરોલી સુગર ફેક્ટરીમાં રીનોવેશન દરમિયાન સ્લેબ તૂટ્યો, 9 શ્રમિકો ઘાયલ

નવસારીના જલાલપોર તાલુકામાં આવેલ મરોલી સુગર ફેક્ટરીમાં રીનોવેશન દરમિયાન ફેક્ટરીના પહેલા માળે આવેલો સ્લેબ પડતા 9 મજૂરોને ઇજા પહોચી છે

નવસારી : મરોલી સુગર ફેક્ટરીમાં રીનોવેશન દરમિયાન સ્લેબ તૂટ્યો, 9 શ્રમિકો ઘાયલ
X

નવસારીના જલાલપોર તાલુકામાં આવેલ મરોલી સુગર ફેક્ટરીમાં રીનોવેશન દરમિયાન ફેક્ટરીના પહેલા માળે આવેલો સ્લેબ પડતા 9 મજૂરોને ઇજા પહોચી છે. મરોલી સુગર ફેકટરીમાં બાંધકામ કરતી વખતે પહેલા માળે પ્લેટ વાળો સ્લેબ પડતા દોડધામ મચી ગઈ હતી. આ ઘંટનામાં ઇજા પામેલા મજુરોને સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત ૯ મજુરો માંથી બે ની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યુ હતું. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇજાગ્રસ્તોની યાદી

છોટે વિશ્વનાથ ગુપ્તા ,

નન્દ લાલ

જદુરાય રાજભર,

ભીમ દુર્બલ માડી,

દયાભાઈ

શશી ચૌહાણ,

અજય પાલ,

બલરામ ભાઈ

વસંતભાઈ પાટીલ

Next Story