નવસારી : 6 મહિના અગાઉ ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલ યુવતીની માતાનો હર્ષ સંઘવીને પોકાર

છ મહિના અગાઉ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલ નવસારીની યુવતીની માતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીને ન્યાય અપાવા માટે આજીજી કરી રહી છે.

New Update

નવસારીની એ માતા કે જેની દીકરીની લાશ છ મહિના પહેલાં ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. આ ઘટનાને 'નજીકના દિવસોમાં' ઉકેલવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી, પરંતુ આજે છ મહિને પોલીસ આરોપીઓને પકડવાનું તો દૂર, ઓળખી પણ નથી શકી. હર્ષ સંઘવી એક વખતે દીકરીને જલ્દી થી જલ્દી ન્યાય અપાવાનું આશ્વાસન આપ્યું હતું. બનાવની વાત કરીએ તો પીડિતા 29 ઓક્ટોબર 2021ના રોજ ઓએસિસ સંસ્થામાં અભ્યાસ કરી પરત રૂમ પર જઇ રહી હતી.

આ દરમિયાન સાંજના સમયે તેની સાઇકલને ટક્કર મારી રિક્ષાચાલક સહિત બે વ્યક્તિ બળજબરીથી તેને રિક્ષામાં બેસાડી વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીઓમાં ખેંચી ગયા હતા. ત્યાં બે શખસે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન એક બસચાલક આ મેદાનમાં બસ પાર્ક કરવા માટે આવ્યો હતો. 31 ઓક્ટોબર પછી યુવતી નવસારી અને 3 નવમ્બરે સુરત તથા ત્યાંથી વલસાડ ગઇ હતી, જ્યાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના કોચ D-12માં તેનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.ત્યારે હવે પીડિતાની માતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોતાની દીકરી માટે ન્યાયની આજીજી કરી રહી છે.

Latest Stories