New Update
છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર નૌપાડામાં CRPF રોડ ઓપનિંગ પાર્ટી પર નક્સલી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 3 જવાન શહીદ થયા છે. આ હુમલો CRPF 19 બટાલિયનની ROP પાર્ટી પર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે અને અનેક જવાન ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 2.30 વાગે સીઆરપીએફની ટીમ ઓરિસ્સાના નૌપાડા જિલ્લામાં રોડ નિર્માણનું કામ કરી રહેલા લોકોને સુરક્ષા આપવા માટે નીકળી હતી. પરંતુ સંતાઈને બેઠેલા નક્સલવાદીઓએ અચાનક સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો.