નીતિન પટેલ ઉવાચ: હવે અમે નાથીયા જેવા થઈ ગયા.! વાંચો ક્યાં આપ્યું નિવેદન

નીતિન પટેલે હરહમેશની જેમ આગવી છટામાં ભાષણ આપ્યું

New Update

મોરબીમાં ખોખરા હનુમાન ધામના એક કાર્યક્રમમાં નીતિન પટેલે સ્વભાવ મુજબ રમૂજી ભાષામાં કહેવતને યાદ કરી બોલ્યા હતા કે હવે અમે નાથીયા જેવા થઇ ગયા છે. મોરબીમાં ખોખરા હનુમાન ધામના કાર્યક્રમમાં નીતિન પટેલ પહોંચ્યા હતા જ્યાં કાર્યક્રમમાં સંબોધન વખતે નીતિન પટેલે હરહમેશની જેમ આગવી છટામાં ભાષણ આપ્યું હતું. અને કહ્યું હતું કે આજે DyCMનો હોદ્દો નથી છતા મને બોલાવ્યો તેનો આનંદ છે. આ આનંદને ગુજરાતી કહેવતની રૂપે રમૂજી અંદાજમાં રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે હવે અમે નાથીયા જેવા થઇ ગયા છે.

પેલી કહેવત છે ને કે નાણા વગરનો નાથિયો,નાણે નાથાલાલ પહેલા હોદ્દો હતો અને હવે નથી એ પર કટાક્ષ કરતાં આ વાત કરતાં કાર્યક્રમમાં હાસ્યની છોડો ઉડી હતી. અને પોતાને હાલની પરિસ્થિતિએ હું હવે નાથાલાલમાંથી નાથિયો બની ગયો એવું કહ્યું હતું.

Read the Next Article

દેવભૂમિ દ્વારકાના પોશીત્રા રાઉન્ડમાં આવેલા ચાક ટાપુ પરથી છ વ્યક્તિઓની કરાઇ ધરપકડ, ગેરકાયદેસર રીતે પ્રવેશીને કરતા હતા માછીમારી

દેવભૂમિ દ્વારકાના પોશીત્રા રાઉન્ડમાં આવેલા ચાક ટાપુ પરથી છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઇસમો દરિયાઈ અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે

New Update
hgg

દેવભૂમિ દ્વારકાના પોશીત્રા રાઉન્ડમાં આવેલા ચાક ટાપુ પરથી છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ઇસમો દરિયાઈ અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બોટ દ્વારા પ્રવેશીને માછીમારી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. વન્યજીવ સંરક્ષણ અધિનિયમનો ભંગ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. 

દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં, આ ઇસમોએ કાયદાનો ભંગ કર્યો હતો. પોશીત્રા બીટ વન ગુના નંબર 01/2025-26 હેઠળ તેમની બોટ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories