Connect Gujarat
ગુજરાત

બોટાદ : રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજીના દર્શન કર્યા

બોટાદ : રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજીના દર્શન કર્યા
X

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દર્શનાર્થે આવી પહોચ્યા હતા.

સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ થાળે પડતાં સરકાર દ્વારા લોકોને છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તા. 3જી જુલાઇ શનિવારના રોજ બોટાદ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે શીશ ઝુકાવી હનુમાનજીના દર્શન કર્યા હતા.


જોકે, આરોગ્ય વિષયક સેવાઓની સમિક્ષા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ભાવનગર શહેરની પણ મુલાકાત લેવાના છે, ત્યારે તે પૂર્વે તેઓ કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. આ અવસરે કોઠારી વિવેકસાગરદાસ તથા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને આવકાર સાથે સ્વાગત કર્યું હતું. તો સાથે જ ઉર્જા મંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ગઢડા-ઉમરાળા-વલભીપુરના ધારાસભ્ય આત્મરામ પરમાર તેમજ ભાજપના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it