અમદાવાદ રથયાત્રાના દિવસે અનેક રસ્તાઓ ડાયવર્ટ, જાણી લો 19 કિમિ રૂટનો પાર્કિંગ ઝોન
અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે. મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે તેવામાં આ વર્ષે મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો રથયાત્રામાં જોડાવવાના છે

અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે. મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે તેવામાં આ વર્ષે મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો રથયાત્રામાં જોડાવવાના છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો હજાર રહેવાના હોવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. રથયાત્રાના રુટને 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારે જમાલપુરથી ખમાસા આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર ભગવાન નું મોસાળ માં જતી હોય છે. જ્યારે પરત ફરતી વખતે સરસપુર થી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક, દાણાપીઠ થી ખમાસા થઇને નીજ મંદિરે પરત ફરતી હોય છે.
રથયાત્રાના દિવસે આ તમામ રૂટો બંધ રાખવામાં આવશે. જેના કારણે વાહનચાલકોને અન્ય રૂટ પરથી પસાર થવાનું રહેશે.રથયાત્રાના દિવસે વૈકલ્પિક રૂટ 1. રાયખડ ચાર રસ્તા, વિકટોરિયા ગાર્ડન, રિવરફ્રન્ટ, કુલ બજાર, જમાલપુર બ્રિજ વાયા ગીતામંદિર 2. રાયખડ ચાર રસ્તા, જમાલ પુર ગાયકવાડ હવેલી 3. આસ્ટોડિયા ચાર રસ્તા, ગીતા મંદિર, જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી 4. કામદાર ચાર રસ્તા, હરીભાઈ ગોદાણી સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલ પુરા ચાર રસ્તા, ચામુંડા બ્રિજ, ચમનપુરા સર્કલ, અસારવા બ્રિજ ઈદગાહ સર્કલ 5. ઈન્કમટેક્ષ ગાંધી બ્રિજ, રાહત સર્કલ, દિલ્હી દરવાજા, ઈદગાહ સર્કલ 6. દિલ્હી દરવાજા, રાહત સર્કલ, દધિચી સર્કલ, રિવરફ્રન્ટ, લેમન ટ્રી, રૂપાલી, વીજળી ઘર, લાલ દરવાજા રહેશે ટ્રાફિકના 7 હજાર જવાનો આખી વ્યવસ્થાને સંભાળશે
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ નોંધાયા, 1082 દર્દીઓ થયા...
10 Aug 2022 4:23 PM GMTભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા...
10 Aug 2022 3:00 PM GMTસુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ...
10 Aug 2022 2:58 PM GMTભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર...
10 Aug 2022 12:38 PM GMTઅમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો...
10 Aug 2022 12:11 PM GMT