Connect Gujarat
ગુજરાત

પદ્મ વિભુષણ અને પદ્મભુષણ એવોર્ડ, પાંચ ગુજરાતીઓએ અપાવ્યું ગૌરવ

ગુજરાતમાંથી ગફુરભાઇ બીલખીયા, સરિતા જોષી, પ્રો. સુધીરકુમાર જૈન અને શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં

પદ્મ વિભુષણ અને પદ્મભુષણ એવોર્ડ, પાંચ ગુજરાતીઓએ અપાવ્યું ગૌરવ
X

કેન્દ્ર સરકારે પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ એવોર્ડની જાહેરાત કરી હતી જેમાં પાંચ ગુજરાતીઓને એવોર્ડથી સન્માનિત કરાયાં છે. આ પાંચ ગુજરાતીઓએ રાજયના ગૌરવમાં વધાર્યો કર્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજીત એવોર્ડ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહયાં હતાં. જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે, ગાયક એસ.પી.બાલાસુબ્રમણ્યમ, સેન્ડ કલાકાર સુરેન્દ્રન સાહુ સહિત 119 હસ્તીઓને એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે. વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર ને 'પદ્મવિભૂષણ' એનાયત કરવામાં આવે છે. 'પદ્મ ભૂષણ' ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને 'પદ્મશ્રી' અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે પીએમ મોદીએ પણ સન્માનિત થનાર લોકો સાથે મુલાકાત કરી હતી. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી આજે ગફુરભાઇ બીલખીયા, સરિતા જોષી, પ્રો. સુધીરકુમાર જૈન અને શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે.


Next Story
Share it