Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : પોલીસ ભરતીને અનુલક્ષીને ઉમરપુર-નાંદરવા ગામે પ્રેક્ટિસ ગ્રાઉન્ડનો પ્રારંભ કરાયો.

પંચમહાલ : પોલીસ ભરતીને અનુલક્ષીને ઉમરપુર-નાંદરવા ગામે પ્રેક્ટિસ ગ્રાઉન્ડનો પ્રારંભ કરાયો.
X

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર અને નાંદરવા ખાતે પોલીસ ભરતીને અનુલક્ષીને યુવક-યુવતીઓ માટે પ્રેક્ટિસ ગ્રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં વિવિધ પોસ્ટની ભરતી આવી રહી છે. સાથે કેન્દ્ર સરકારમાં આવતા સુરક્ષા વિભાગોમાં સંભવિત ભરતીને લઈને યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, પોલીસ અને આર્મી સહીતની ભરતીમાં શારીરીક પરિક્ષા ખુબજ મહત્વની બને છે. તે પાસ કરવામાં આવે પછી આગળ પરિક્ષામાં સફળતા મળે છે, ત્યારે શહેરા તાલુકાના નાંદરવા ગામ ખાતે જય દશામા યુવક મંડળ તેમજ ઉમરપુર સ્થિત જે.એમ.પરમાર ફાર્મ હાઉસ ખાતે પ્રેક્ટિસ ગ્રાઉન્ડનો પ્રારંભ કરવામા આવ્યો છે. જ્યાં મેદાનમાં દોડનો ટ્રેક બનાવામાં આવ્યો છે. ભરતી પરીક્ષાની તૈયારી કરતા યુવાનોએ પણ દોડ લગાવી પ્રેકટીસનો પ્રારંભ કર્યો હતો.

શહેરા તાલુકાના ઉમરપુર ગામે આાવેલા જે.એમ.પરમાર ફાર્મ હાઉસ ખાતે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જે ગ્રાઉન્ડનું મહાનુભાવોના હસ્તે રીબીન કાપીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. અહી યુવક-યુવતીઓ તાલીમ મેળવી પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરી શકશે. આ ગ્રાઉન્ડ તૈયાર થતા યુવાનો-યુવતીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, યુવાવર્ગ તાલીમ મેળવીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરી શકશે, ત્યારે આ ગ્રાઉન્ડ તૈયાર થતા યુવાનોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Next Story