Connect Gujarat

પંચમહાલ: શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ ગુજરાત વિધાનસભામાં ડે.સ્પીકર બન્યા, વતનમાં ઉત્સવનો માહોલ

પંચમહાલ: શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ ગુજરાત વિધાનસભામાં ડે.સ્પીકર બન્યા, વતનમાં ઉત્સવનો માહોલ
X

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે ભા.જ.પ.ની.વ્યૂહ રચનાઓમાં નો-રિપીટ થિયરી વચ્ચે રૂપાણી સરકારના વિસર્જનની આ ઘર વાપસીઓના નિર્ણય સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના બાદ આજરોજ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની વિધાનસભા ગૃહના ડે. સ્પીકર તરીકે વરણી કરવામાં આવતા શહેરા સમેત પંચમહાલ જિલ્લાના ભા.જ.પ.ના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં અભિનંદનોની લાગણીઓ સાથે આનંદ પ્રસરી જવા પામ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ૧૯૯૮ની ચૂંટણીઓમાં સૌ-પ્રથમ સમાજવાદી પાર્ટીના શહેરા બેઠકનો જંગ જીતીને ધારાસભ્ય બનેલા જેઠાભાઈ ભરવાડ ત્યારબાદ ભા.જ.પ.માં જોડાઈને ''દૂધમાં સાકર ભળે"એમ સતત પાંચ ટર્મથી શહેરા બેઠક ઉપર ધારાસભ્ય તરીકે સતત વિજેતા બનનારા જેઠાભાઈ ભરવાડ સહકારી ક્ષેત્રમાં કરોડરજજુ સમાન પંચમહાલ ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. શહેરા ભા.જ.પ.ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને આજરોજ ગુજરાત વિધાનસભા ગૃહના ડે. સ્પીકર તરીકે પસંદ કરવામાં આવતા પંચમહાલ જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ભારે હર્ષોલ્લાસ પ્રસરી જવા પામ્યો છે.

Next Story
Share it