Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરા ખાતે પરિણીત યુવાનની હત્યાના બનાવમાં હત્યારા મિત્રની LCBએ કરી ધરપકડ

પંચમહાલ : ગોધરા ખાતે પરિણીત યુવાનની હત્યાના બનાવમાં હત્યારા મિત્રની LCBએ કરી ધરપકડ
X

ગોધરા ખાતે હયાતની વાડીમાં રહેતા પરણિત યુવાન મહંમદહનીફ બદામની હત્યા ખુદ તેના મિત્ર સલમાન મહંમદહનીફ ચૂંચલાએ માત્ર ૫ હજાર રૂપિયાની ઉઘરાણીના અપશબ્દો સાંભળ્યા બાદ બેટીયાના નિર્જન જંગલમાં લઈ જઈને ધારદાર છરીના ઉપરાછાપરી ઘા મારીને ઠંડા કલેજે હત્યા કરી હોવાનો ભેદ ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલીને હત્યારા મિત્રની ધરપકડ કરવામાં આવી.

ગોધરા સ્થિત હયાતની વાડીમાં રહેતો પરણિત યુવાન મહંમદહનીફ દસ્તગીર બદામ ગત શુક્રવારની સાંજે હમણાં આવું છું આ જણાવીને રવાના થયેલા આ યુવાનનો ક્રુરતા પૂર્વક હત્યા કરાયેલ મૃતદેહ સામલી બેટીયાના જંગલમાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ સાથે ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે પણ હત્યારાને ઝબ્બે કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ હત્યાકાંડની તપાસ ટીમમાં સામેલ ગોધરા એલ.સી.બી. શાખાના પી.આઈ. કે.પી.જાડેજાની ટીમે તપાસ દરમિયાન ટેક્નિકલ સર્વેક્ષણ અને મૃતકના મિત્રોની અંગત રીતે પૂછપરછો શરૂ કરતાં શહેરના સીગ્નલ ફળીયા ખાતે રહેતા સલમાન ચૂંચલાના ઘર સુધી એલ.સી.બી.શાખાની તપાસ પહોંચતા પી.આઈ.કે.પી.જાડેજા, પી.એસ.આઈ. આઈ.એ.સીસોદીયા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા સલમાન ચૂંચલાને દબોચી લઈને પૂછપરછ કરતા સલમાન મહંમદહનીફ ચૂંચલાએ જણાવ્યું હતું કે મેં મિત્રના નાતે મહંમદહનીફ બદામ પાસેથી ૫ હજાર રૂપિયા ઉછીના લીધા હતા આ નાણાંની ઉઘરાણી માટે વારંવાર અપશબ્દો સાંભળ્યા બાદ હું મહંમદહનીફ બદામને બેટીયાના જંગલમાં લોખંડની પ્લેટો અને સિમેન્ટ પડ્યો છે આ લઈ આવવાની લાલચમાં બાઈક ઉપર બેસાડીને લઈ ગયા બાદ ધારદાર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા કરી હોવાની કબૂલાત કરતા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

Next Story
Share it