પંચમહાલ : ગોધરા નગરપાલિકામાં ઓપરેશન lotus, ભાજપે હાંસલ કરી સત્તા
ગોધરા નગર પાલિકાના સત્તા કારણમાં ભારે હલચલ સર્જનારી વધુ એક ઘટનામાં અપક્ષ સદસ્યોની બહુમતીઓમાં ભા.જ.પ.ને સત્તા ઓથી દૂર રાખીને પ્રમુખ બનેલા સંજય સોની આજરોજ કમલમ ખાતે વિધિવત ભા.જ.પ.માં જોડાઈ જતા અપક્ષ સદસ્યોની છાવણીમાં જાણે સાંપ સૂંઘી ગયો

ગોધરા નગર પાલિકાના સત્તા કારણમાં ભારે હલચલ સર્જનારી વધુ એક ઘટનામાં અપક્ષ સદસ્યોની બહુમતીઓમાં ભા.જ.પ.ને સત્તા ઓથી દૂર રાખીને પ્રમુખ બનેલા સંજય સોની આજરોજ કમલમ ખાતે વિધિવત ભા.જ.પ.માં જોડાઈ જતા અપક્ષ સદસ્યોની છાવણીમાં જાણે સાંપ સૂંઘી ગયો હોય એવા જબરદસ્ત સન્નાટો એટલા માટે પ્રસરી જવા પામ્યો છે કે ગોધરા નગર પાલિકામાં અપક્ષોની સરકાર માંથી ખુદ સેનાપતિ જ લશ્કરને છોડીને ભા.જ.પ.માં "દૂધમાં સાકર ભળે"એમ જોડાઈ જતા હવે ગોધરા નગર પાલિકામાં અપક્ષોના શાસનના અકાળે અંત સાથે ભા.જ.પ.નો કેસરિયો ધ્વજ ફરકતો થયો હોવાના આ વધામણાઓમાં ગોધરા નગર પાલિકા કચેરી બહાર ભા.જ.પ. સદસ્યો અને અગ્રણી કાર્યકરો દ્વારા ધૂમ ધડાકા સાથે દારૂખાનું ફોડવામાં આવ્યું આ અવાજ સાંભળીને પશ્ચિમ વિસ્તારના અપક્ષ સદસ્યો પણ શૂન્યમસ્ક બની ગયા હોવાનો તિખારો દેખાયો હતો.!!
ગોધરા નગર પાલિકામાં ચાર મહિનાઓ પૂર્વે ભા.જ.પ.ને સત્તા ઓથી દૂર રાખીને બહુમતી અપક્ષ સદસ્યોના ટેકાથી વટભેર સંજય સોનીને પ્રમુખ અને અક્રમ પટેલ ઉપપ્રમુખ પદે બેસાડ્યા બાદ કેટલાક અપક્ષ સદસ્યોમાં મલાઈદાર સમિતિઓ માટે શરૂ થયેલા આ "આંતરકલહ"ની સોદાબાજીઓ વચ્ચે અપક્ષમાં રહેલ ભા.જ.પ.દ્વારા નગર પાલિકાની તમામ સમિતિઓની રચનાઓ કરીને રથયાત્રાના વિજય મુહૂર્તમાં દરેક અધ્યક્ષોએ ચેમ્બરોનો હવાલો લઈ લીધો હતો.!! ગોધરા નગર પાલિકામાં વિજય મુહૂર્તમાં સમિતિઓની સત્તાઓ સંભાળી લેવાના ભા.જ.પ.ના આ માસ્ટર સ્ટ્રોક બાદ આજરોજ ગોધરા નગર પાલિકા પ્રમુખ સંજય સોની આજરોજ ગોધરા સ્થિત ભા.જ.પ.ના કમલમ કાર્યાલયમાં પંચમહાલ જિલ્લા ભા.જ.પ. પ્રમુખ અશ્વિન પટેલ, ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, મહામંત્રીઓ મયંક દેસાઈ, કુલદીપસિંહ સોલંકી, શહેર ભા.જ.પ.પ્રમુખ દિલીપ દસાડીયા અન્ય સદસ્યો સાથે ભા.જ.પ.માં જોડાઈ જઈને ભા.જ.પ.નો ખેસ ધારણ કરતા ગોધરા નગર પાલિકામાં અપક્ષ સરકારના શાસનના અંત સાથે ભા.જ.પા.એ સંપૂર્ણ સત્તાઓ હાંસલ કરી લીધી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અમદાવાદ : છેલ્લા એક વર્ષમાં CNGમાં 51 ટકાનો ભાવ વધારો,પેટ્રોલ-ડિઝલની...
28 May 2022 10:13 AM GMTઅંકલેશ્વર : ખાનગી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ થતાં...
28 May 2022 9:40 AM GMTAGL સતત ત્રીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન ચાલુ, મોટા પ્રમાણમાં બેનામી...
28 May 2022 8:37 AM GMTPM મોદીએ રાજકોટમાં કહ્યું- આ આઠ વર્ષમાં હું એ ભારતનું શીશ ઝૂકવા નથી...
28 May 2022 8:28 AM GMTસુરત : યાર્ન ડિલરોના ફસાતા નાણાં પરત મેળવવા 'સીબીલ' સોફ્ટવેરનું...
28 May 2022 8:24 AM GMT