પંચમહાલ : હાલોલ શહેરમાં ચાલી રહેલી ગટર યોજનાની કામગીરીથી જનતા ત્રસ્ત

New Update

પંચમહાલ હાલોલ શહેરમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળ શરૂ થયો ત્યારથી જ હાલોલ શહેરમાં ભૂગર્ભગટર યોજનાનું કાર્ય ચાલુ છે. આ કામગીરીથી સમગ્ર હાલોલની જનતા ત્રાસી ગઇ છે શહેરના મુખ્યમાર્ગ તો ઠીક પણ સોસાયટીઓના અંદરના રસ્તા પણ સારા રહેવા દીધા નથી. જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડા જ દેખાય છે .અને બે દિવસ પડેલા વરસાદમાં કંજરી રોડ ઉપર ગટર લાઈન નાખવામાં આવી હતી. જે અત્યારે આખો રસ્તો બે થી પાંચ-પાંચ ફૂટ સુધી નીચે બેસી ગયો છે ક્યાંક ભુવા જેટલા ખાડા પણ પડી ગયા છે.જેમાં ઘણા સ્થાનિકોની ગાડીઓ અને બાઇકો ફસાઈ જતી હોઈ છે અને કેટલાક નાગરિકો ઇજાગ્રસ્તો થયા.અને કેટલાકના વાહનોમાં ભાંગતૂટ થઈ છે.

સ્થાનિકોમાં એક મૂંઝવતો પ્રશ્ન છે કે આવી ખરાબ હાલત જોઈ હાલોલ નગરપાલિકા કંઈપણ કાર્ય ન કરી શકે?? શું આમાં હાલોલ નગરપાલિકાની કોઈ પણ જવાબદારી આવતી નથી ?? આમ કઈ પણ કાર્ય ન થવાને કારણે હાલોલની જનતા આ ખરાબ દિવસો ભોગવી રહી છે.. આ યોજના 100 કરોડથી વધુની છે પણ હાલોલ માટે આ વિકાસ કરતા મોટો વિનાશ નોતરી રહી છે અને એવું લાગે છે કે જ્યારે કોઇ અનિચ્છનીય બનાવ હાલોલ શહેરમાં બનશે ત્યારે જ આખું તંત્ર જાગશે તેમ લાગી રહ્યું છે.. આ વિષય ઉપર હાલોલ વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે.

Latest Stories