Connect Gujarat
ગુજરાત

પાટણ : શિક્ષણ વિભાગની ભૂલના કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ ટલ્લે ચઢ્યું, જાણો કેમ..!

પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના સાધનો વિનાની પ્રાથમિક શાળાઓને સીલ મારવામાં આવ્યું હતું.

X

પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના સાધનો વિનાની પ્રાથમિક શાળાઓને સીલ મારવામાં આવ્યું હતું. વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયર એનઓસી મેળવી ન હોવાથી પાલિકા દ્વારા શાળાઓને સીલ મરાતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચ્યો છે.

ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી રીટ પિટિશન અન્વયે તમામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ શાળા અને હોસ્પિટલોમાં ફાયર સેફટી સર્ટીફીકેટ લેવાનું ફરજિયાત છે. જે અંગે પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા દ્વારા જે તે શાળાઓને નોટિસ મારફતે જાણ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા ફાયર સેફટી સર્ટિફિકેટ વગરની શાળાઓમાં વારંવાર નોટિસ આપવા છતાં પ્રાથમિક શાળાઓમાં ફાયરસેફ્ટી સર્ટીફીકેટ લેવામાં આવ્યું નથી. જેને લઇને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમમાં કરેલ જોગવાઈ મુજબ ફાયર સેફટીનો અભાવ જણાતી 4 જેટલી શાળાઓને તાત્કાલિક સીલ કરવામાં આવી હતી. જેમાં કાજી વાસ ખાતેની પાલનપુર જૈન સંઘ પ્રાથમિક શાળા, દેસાઈ દરવાજા પાસે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળા, ગેલાશેઠની શેરી ખાતે આવેલ બી.એલ.પરીખ પ્રાથમિક શાળા અને રાજભા ગઢવી નજીક આવેલ દૂધસાગર ડેરી પ્રાથમિક શાળાને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી હતી. જોકે, પ્રાથમિક શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે નગરપાલિકા દ્વારા શાળાઓને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ફરી ટલ્લે ચઢ્યું હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.

Next Story