Connect Gujarat
ગુજરાત

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ “પ્રોટેક્શન વોલ” બનાવવા લોકમાંગ...

ઉના તાલુકના સૈયદ રાજપરા ગામના દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ પ્રોટેક્શન વોલને વહેલી તકે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

X

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકના સૈયદ રાજપરા ગામના દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ પ્રોટેક્શન વોલને વહેલી તકે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા દરિયાઈ બંદર પર રાજાશાહી વખતથી બનાવવામાં આવેલ પ્રોટેક્શન દીવાલમાં ત્રણ વર્ષ પૂર્વે આવેલ વાવાઝોડામાં સામાન્ય ગાબડા પડ્યા બાદ દર ચોમાસે આવતા વાવાઝોડાના કારણે મોજાની થપાટ લાગતા આ પ્રોટેક્શન દિવાલ તૂટી ગઈ છે. જેમાં 2 સ્થળોએ અંદાજિત 18-18 ફૂટ જેટલી દિવાલ તૂટી જવાના કારણે કાંઠા પર વસવાટ કરતા લોકો ભય અનુભવી રહ્યા છે. કાંઠા પર બનાવવામાં આવેલ નવ જેટલા મકાનો પણ ધરાશાઈ થયા હતા જેમાં વસવાટ કરતા 15 જેટલા પરિવારોને વાવાઝોડા સમયે અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, ત્યારે આ મામલે સ્થાનિકોએ ઉના પ્રાંત અધિકારી, ઉના મામલતદાર અને ક્ષાર અંકુશ વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરી છે. ક્ષાર અંકુશ વિભાગ ઉના દ્વારા દરિયાઈ પ્રોટેક્શન દિવાલનો સર્વે કરી કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગને દીવાલની સૈદ્ધાંતિક મંજૂરી આપવા જાણ કરવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા આ પ્રોટેક્શન દિવાલની કામગીરી વહેલી તકે મંજુર કરી ચોમાસા પહેલા બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી.

Next Story