Connect Gujarat
ગુજરાત

પી.એમ.નરેન્દ્ર મોદીનો આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસ,વાંચો શું રહેશે કાર્યક્રમ

પી.એમ.નરેન્દ્ર મોદીનો આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસ,વાંચો શું રહેશે કાર્યક્રમ
X

PM મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવનાર છે.પીએમ મોદી ગુજરાતના આ પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે. તેઓ આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને ગાંધીનગરમાં શાળા માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.19 તારીખે તેઓ સવારે દિયોદરમાં બનાસ ડેરીના નવા સંકુલનનુ ઉદ્ઘાટન કરશે. બાદમાં બપોરે દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં હાજર રહેશે. જ્યાં 22 હજાર કરોડ રૂપિયાના વિવિધ કામોનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ મહાસંમેલનમાં 2 લાખ કરતા વધારે લોકો હાજર રહેશે ત્યાર બાદ તેઓ જામનગરમાં વિશ્નના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિનનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં WHOના મહાનિર્દેશક ડૉ.ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ હાજર રહેનાર છે. આ સિવાય મોરેશિયસના PM પ્રવિંદકુમાર જુગનાથ પણ હાજર રહેશે. આપને જણાવી દઈયે કે, આ સેન્ટર માટે ભારત 250 મિલિયન ડોલરનો ખર્ચ કરવા જઈ રહ્યુ છે.20મી એપ્રિલે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પણ પીએમ મોદી હાજરી આપશે.આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં આ સમિટ 20 થી 22 એપ્રિલ સુધી ચાલશે.


પીએમ મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ

• 18 થી 20 એપ્રિલ સુધી PM મોદી ગુજરાતમાં રોકાશે

• 18 એપ્રિલે સાંજે PM મોદી ગુજરાત આવશે

• 18 એપ્રિલે સાંજે 6-00 વાગ્યે અમદાવાદ આવશે

• સાંજે ગાંધીનગરમાં શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે

• 19 એપ્રિલ પીએમ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે જશે

• સવારે 9-00 વાગ્યે પીએમ દિયોદરમાં બનાસ ડેરીના નવા સંકુલનું ઉદધાટન કરશે

• દિયોદરમાં પીએમ મોદી પશુપાલક બહેનોને સંબોધન કરશે

• બપોરે જામનગરમાં WHOના વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કરશે

• જામનગરમાં પીએમ સાથે મોરેશિયસના પીએમ પ્રવિંદકુમાર જુગનાથ હાજર રહેશે

• જામનગરમાં WHOના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ હાજર રહેશે

• 20 એપ્રિલે ગાંધીનગરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન હાજર રહેશે

• બપોરે પીએમ મોદી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપશે

• 20 એપ્રિલ સાંજે પીએમ દિલ્લી ખાતે રવાના થશે

Next Story