Connect Gujarat
ગુજરાત

પ્રાંતિજ : ટોલટેક્સ ઉપર રિવોલ્વર બતાવનાર પોરબંદરના કાર ચાલકની પોલીસે કરી ધરપકડ

પ્રાંતિજ : ટોલટેક્સ ઉપર રિવોલ્વર બતાવનાર પોરબંદરના કાર ચાલકની પોલીસે કરી ધરપકડ
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલટેક્સ ઉપર ટોલ નહી ભરી ને રિવોલ્વર બતાવી મા-બહેન સામે ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપનાર પોરબંદરનો કાર ચાલક આખરે પોલીસે ઝડપી પડ્યો છે.

પોરબંદરનો કાર ચાલક અને નેશનલ હાઇવે રોડનુ કામ કરતી ચેતક કંપનીમા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ભુતીયા કિશોર ભાઇ દેવશીભાઇ પ્રાંતિજ ટોલટેક્સ ઉપર ટોલ નહી ભરી દાદાગીરી કરવી ભારે પડી તો સ્ટાફ કહી ટોલ નહી ભરતા આઇકાર્ડ માંગતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈને તુ મને ઓળખે છે. તેમ કહી પોતાની પાસે રહેલ રિવોલ્વર બતાવી ફાયરીંગ કરી ઉડાવી દેવાની ધમકીઓ આપી ટોલટેક્સ ઉપર રહેલ ટોલ કલેકટરને ધમકીઓ આપતા નાસભાગ મચી જવા પામી હતી. તો બેફામ મા-બેન સામી ગાળો બોલી તુ મારૂ આઇકાર્ડ માગે છે તુ કિશોરભાઇને ઓળખતો નથી તેમ કહી ફાયરીંગ કરવાની ધમકીઓ આપવી દાદાગીરી કરવી પોરબંદરના કિશોર ભાઇને ભારે પડી તો સમગ્ર ધટના ટોલટેક્સ ઉપર લાગેલ સીસીટીવી કેમેરામા કેદ થઈ હતી. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા ટોલટેક્સ ઉપર રહેલ ટોલ કલેકટર મુઝફરખાન ઇમ્તિયાઝખાન પઠાણ દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસી કલમ ૫૦૪,૫૦૬(૨) તથા આર્મ એકટ ૩૦ મુજબ ગુનોનોધી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એસ.ત્રિવેદી તથા પ્રાંતિજ પીએસઆઇ વાય.બી.બારોટ કાર ચાલકને ગણતરીના કલાકોમાંજ તેની પાસે રહેલ રિવોલ્વર સાથે ઝડપી પાડયો હતો. અને પુછપરછ કરી હતી તો તેની પાસે થી મળી આવેલ રિવોલ્વર લાયસન્સ વાળી નિકળી હતી. તો પ્રાંતિજ પોલીસ દ્રારા આરોપી ભુતીયા કિશોર ભાઇને બપોર બાદ કોર્ટ સમક્ષ રજુ કરવામા આવ્યો હતો.

Next Story