દક્ષિણ ગુજરાતમાં વીજળી ડૂલ, ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટ્યું

સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે.

New Update
  •  દક્ષિણ ગુજરાતમાં સર્જાઈ વીજ કટોકટી

  • ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થયા

  • 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટ્યું

  • DGVCL દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

  • સાંજ સુધીમાં વીજ પુરવઠો રાબેતા મુજબ થવાની શકયતા

સુરતનવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે.જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે. સુરતવાપીવલસાડભરૂચરાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ અટકી પડ્યા છે. સમગ્ર ઘટનાને લઈને લોકો ટોરેન્ટ પાવરની ઓફીસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જો કેવીજ પુરવઠો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છેત્યારે આ મામલે DGVCLએ ખાતરી આપી હતી કેસાંજે છ વાગ્યા સુધીમાં વીજળી આવી જશે.

એક તરફ ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ છેત્યારે સુરતતાપીદક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા વીજળી ડૂલ થઈ છે. સુરત તાપીભરૂચરાજપીપળા સહિતના વિસ્તારોમાં વીજ ફોલ્ટના કારણે લાઈટ ડૂલ થતાં લોકોએ ટોરેન્ટ પાવર ખાતે હોબાળો કર્યો હતો.

જ્યારે ગેટકો અને એલએમયુ તરફથી મળેલા અહેવાલો મુજબઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે.400 કેવી આસોજ લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડમાં મોટી ખલેલ પહોંચી હતી.સમગ્ર મામલે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) તેને ઉકેલવા માટે પગલાં લઈ રહ્યું છે.

 ગ્રીડ ફેલ થતાં વીજળી ગઈ હોવાનું DGVCL દ્વારા જણાવામાં આવ્યું હતું.સુરતવાપીવલસાડઅંકલેશ્વરરાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ અટકી પડ્યા છે. જોકે મોટાભાગના ઉદ્યોગોમાં જનરેટર અને બેકઅપ સહિતની સુવિધા હોવાના કારણે વધારે અસર થઈ ન હતી બે થી ત્રણ કલાકમાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે સર્જાયેલી વીજ મુશ્કેલીમાં ટ્રેન વ્યવહારને કોઈ જ અસર પડશે નહીં,કારણે ટ્રેનની વીજ લાઈન તદ્દન અલગ હોવાનું જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment