જામનગરના એરફોર્સ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ઉષ્માભર્યું સ્વાગત રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેવભૂમિ દ્વારકા પહોંચી ભગવાન શ્રી દ્વારકાધીશજીની પૂજા અર્ચના કરવા રવાના થયા હતા.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ જામનગર એરફોર્સ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું, જ્યાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષા મંત્રિ આર.સી.મકવાણા, કોમોડોર મારવાહ, મેયર બિના કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, જિલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એરફોર્સથી હેલિકોપ્ટર મારફતે દેવભૂમિ દ્વારકા જવા રવાના થયા હતા, જ્યાં તેઓ દ્વારા ભગવાન દ્વારકાધીશના દર્શન તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી.