Connect Gujarat
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અમદાવાદ એરપોર્ટથી માંડી દિવસભરના તમામ કાર્યક્રમોની જુઓ યાદી

કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અમદાવાદ એરપોર્ટથી માંડી દિવસભરના તમામ કાર્યક્રમોની જુઓ યાદી
X

કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આજે એરપોર્ટથી લઈને કમલમ સુધી વડાપ્રધાન રોડ શો કરશે. તેમના રોડ શોની તૈયારીઓ કરી દેવાઈ છે.આજે વડાપ્રધાનનના કાર્યક્રમમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે.આ રોડ શોમાં ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ તથા અપેક્ષિત હોદ્દેદારો હાજર રહેશે. ત્યાર બાદ PM મોદી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરશે અને કમલમમાં ભોજન લેશે.અહીંથી તેઓ રાજભવન જશે અને ત્યાંથી GMDC ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.

PMનો આજનો કાર્યક્રમ

• વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે.

• અહીંથી કમલમ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે.

• આ રોડ શોમાં ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ તથા અપેક્ષિત હોદ્દેદારો હાજર રહેશે.

• PM મોદી આ બાદ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરશે અને કમલમમાં ભોજન લેશે.

• અહીંથી તેઓ રાજભવન જશે અને ત્યાંથી GMDC ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.

PMનો 12મી માર્ચનો કાર્યક્રમ

• 12મી માર્ચના રોજ PM નરેન્દ્ર મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનાં લોકાર્પણ અને કોન્વોકેશનમાં હાજરી આપશે.

• કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

• આ કાર્યક્રમ બાદ મોદી સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.

• આ દરમિયાન સ્પોર્ટ પોલિસીની પણ જાહેરાત કરવામાં આવશે.

Next Story