Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્‍લામાં ચાર કે તેથી વધુ વ્‍યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

સાબરકાંઠા જિલ્‍લામાં ચાર કે તેથી વધુ વ્‍યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
X

સાબરકાંઠા જિલ્લામાં હાલની પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એચ.આર.મોદી તેમને મળેલી સત્તાની એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્‍તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્‍તારમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટની અગાઉથી મંજૂરી મેળવ્‍યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તે શોભાયાત્રાને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે..

Next Story