Connect Gujarat
ગુજરાત

PSI ભરતી પ્રક્રિયા વિવાદ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આપ્યો જવાબ,12 અને 19 જૂને પરીક્ષા

PSI ભરતી પ્રક્રિયા વિવાદ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા બાંહેધરી આપી છે.

PSI ભરતી પ્રક્રિયા વિવાદ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આપ્યો જવાબ,12 અને 19 જૂને પરીક્ષા
X

PSI ભરતી પ્રક્રિયા વિવાદ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા બાંહેધરી આપી છે. સાથે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે, અરજદારે 12 જૂન અને 19 જૂનના રોજ લેવાનારી PSI ની પરીક્ષામાં GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવાની અરજી કરી છે. 12 જૂન ની પરીક્ષાના એડમિટ કાર્ડ 5 જૂનથી ડાઉનલોડ કરી શકાશે.

PSI ભરતી રિઝલ્ટ જાહેર થયા બાદ PSI ની ભરતીમાં GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે આ મામલે PSI સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મામલે હાઇકોર્ટે અરજદારોને આશ્વાસન આપ્યું હતું. હાઇકોર્ટ અરજદારોને સૂચન કરતા જણાવ્યું હતું કે, 'પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. કોર્ટ સમક્ષ તમારી ફરિયાદ સાથે આવ્યા છો તો ન્યાય થશે. 1 જૂન સુધીમાં ફરિયાદ મુદ્દે સરકાર વલણ સ્પષ્ટ કરે. એડવોકેટ જનરલ હાજર ન હોય તો કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરે.' PSI ભરતી માં કેટેગરી અનુસાર ભરતીની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં 100થી વધુ જેટલા ઉમેદવારોએ સાથે મળીને પરિણામને કોર્ટમાં પડકાર્યો હતું. GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવા ઉમેદવારોની માંગ છે. તેઓનું કહેવું છે કે ST-SC,OBC,બિન અનામત વર્ગ ઉમેદવારોની કેટેગરી અનુસાર ભરતીમાં પાસ કરવામાં આવ્યા નથી જેથી આ પદ્ધતિના લીધે 8 હજાર ઉમેદવારને અન્યાય થયો છે..

Next Story