Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં જીએસટી વિભાગની તવાઈ, 41 પેઢીઓ પર દરોડા

ચોક્કસ બાતમીના આધારે ગઇકાલ સાંજથી જ રાજ્યમાં GST વિભાગે શરૂ કરેલી કાર્યવાહી રાત્રિના મોડે સુધી ચાલુ રહી હતી.

રાજ્યમાં જીએસટી વિભાગની તવાઈ, 41 પેઢીઓ પર દરોડા
X

રાજ્યમાં એકવાર ફરી સ્ટેટ જીએસટી વિભાગની ટીમ સક્રિય થઇ છે. બોગસ બિલિંગ બનાવીને ખોટી રીતે વેરા શાખ લઈને લાખો - કરોડોની કરચોરી કરતી સૌરાષ્ટ્રની 21 સહિત રાજ્યની કુલ 41 પેઢીઓ પર સ્ટેટ GST ની ટીમે દરોડા પાડ્યા છે

ચોક્કસ બાતમીના આધારે ગઇકાલ સાંજથી જ રાજ્યમાં GST વિભાગે શરૂ કરેલી કાર્યવાહી રાત્રિના મોડે સુધી ચાલુ રહી હતી. આ કાર્યવાહી દરમિયાન કરોડની કરચોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. GST વિભાગે રૂપિયા 62.78 કરોડના બોગસ વ્યવહાર ઝડપ્યા છે.રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં જુદા-જુદા વેપાર-ઉધોગ ની પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. GST વિભાગના રાજકોટમાં છ પેઢી પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે જામનગરમાંથી વૈભવ ઇન્ડસ્ટ્રીઝમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જીએસટી વિભાગની રેડ માં વૈભવ ઇન્ડસ્ટ્રીઝે 19 બોગસ પેઢી સાથે કરોડોના સોદા કર્યા હતા. ત્યારે વૈભવ ઇન્ડસ્ટ્રીઝના બોગસ વ્યવહારના કારણે તેના માલિકની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગ અનેક વાર કાર્યવાહી કરતા હોવા છતાં બોગસ બિલિંગ થકી કર ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે.

Next Story