રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસી શકે છે વરસાદી ઝાપટા,હવામાન વિભાગે કરી આગાહી

New Update

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદી ઝાપટાની આગાહી કરવામા આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પવન સાથે મોટો પલટો આવી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 અને 21 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ 2 દિવસમાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે, ચોમાસાની શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા પણ તેમણે સેવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સમો સૂતરો રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

એપ્રિલ મહિનાથી હવામાનમાં પલટો આવશે જે 17 મે સુધી ચાલશે. પ્રિ મોનસૂન પ્રક્રિયા વહેલી શરૂ થશે, ચોમાસુ વહેલુ શરૂ થશે તેમજ આ વખતે 25 મે થી 8 જૂન વચ્ચે વરસાદ પણ સારો રહેશે. અંબાલાલની આ આગાહીથી ખેડૂતોને હાશકારો થયો છે. બે દિવસ પહેલા હવામાન વિભાગની આગાહી કરનારી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટ ચોમાસાને ખુશી સમાચાર આપ્યા હતા. આગામી ચોમાસાને પ્રથમ પૂર્વાનુમાન સ્કાયમેટે કર્યુ હતું. સ્કાયમેટની આગાહી મુજબ વર્ષ 2022નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષે 4 મહિનામાં વરસાદ 98 ટકા રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતાં 880.60 મીમી વરસાદની શક્યતા છે. તેમજ દેશમાં સંપૂર્ણ પણે 98 ટકા વરસાદ પડી શકે છે. આ રિપોર્ટ સ્કાયમેટે