Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારના વિશ્વાસુ રાજીવ ગુપ્તાને સોંપાયો ગૃહવિભાગનો વધારાનો ચાર્જ

રાજ્ય સરકારના વિશ્વાસુ રાજીવ ગુપ્તાને સોંપાયો ગૃહવિભાગનો વધારાનો ચાર્જ
X

ગુજરાતની બ્યૂરોક્રસીમાં ઓગસ્ટ મહિનાનાં છેલ્લા દિવસે મોટા ફેરફાર થયા છે. પંકજ કુમાર હવે ગુજરાતની બ્યૂરોક્રસીનાં નવા બોસ બની ગયા છે જ્યારે રાજીવ ગુપ્તાને હવે ACS હોમનું પદ આપવામાં આવ્યું છે. રાજીવ ગુપ્તા અત્યારે ઉદ્યોગ વિભાગના ACS છે જ્યારે હવે તેમને ગૃહવિભાગનો પણ વધારાનો ચાર્જ આપી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે પંકજ કુમાર અને રાજીવ ગુપ્તા બંને અધિકારીઓ ગુજરાત સરકાર તથા દિલ્હીમાં ટોપ લીડર્સનાં ખૂબ વિશ્વાસુ ગણાય છે. કોરોના વાયરસ કાળમાં પણ બંને અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે હવે આ બે જ અધિકારીઓના હાથમાં ગુજરાતની બ્યૂરોક્રસીનાં બે મોટા પદ આપવામા આવ્યા છે, પંકજ કુમાર મુખ્ય સચિવ જ્યારે મુખ્ય સચિવ બાદ સૌથી મોટું પદ એટલે કે ગૃહખાતાની જવાબદારી ગુપ્તાને આપી દેવામાં આવી છે. આ સિવાય જ્યારે ગુજરાતનાં નવા મુખ્ય સચિવ માટેના નામો પર મંથન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજીવ ગુપ્તા અને પંકજ કુમાર બંને વચ્ચે જ મુકાબલો હતો. હવે આ બંનેને જ મોટી જવાબદારી અપાઈ ગઈ છે.

Next Story