-
શ્રમિક પરિવારની બાળકીના અપહરણનો મામલો
-
હિંમતનગરમાં સાબર ડેરી નજીકથી થયું અપહરણ
-
રૂપિયા 3 લાખમાં બાળકીને વેચી દેવામાં આવી હતી
-
પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
-
પૈસાની લેવડ દેવડમાં અપહરણ કરાયું હતું : પોલીસ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરી રૂ. 3 લાખમાં વેચી દેવાના મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ જિલ્લા બાદ સાબરકાંઠામાં પણ બાળ તસ્કરી જેવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હિંમતનગર નજીક આવેલ સાબર ડેરી પાસે ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, અને તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી. ત્યારબાદ 2 શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક 7 વર્ષની બાળકીનું અપહરણ કરીને ઉઠાવી ગયા હતા. જોકે, 60 હજાર રૂપિયાની લેતીદેતી મામલે લગભગ 3થી 4 લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, બાળકીને ઉઠાવી ગયા બાદ અન્ય રાજ્યમાં તેને 3 લાખ રૂપિયામાં વેચી દેવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે 3 શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. સાથોસાથ બાળકીને સહી સલામત લાવવા માટે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.