-
ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
-
ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા 12થી વધુ ઘાયલ
-
મજૂરોથી ભરેલી જીપને અકસ્માત નડતા દોડધામ
-
ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
-
અકસ્માતને પગલે માર્ગ પર સર્જાયો ટ્રાફિક જામ
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.સર્જાયેલા અકસ્માતમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. આ અકસ્માતમાં જીપમાં સવાર 12થી વધુ લોકો ઘાયલ થયા છે.ઈજાગ્રસ્તોને ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ગોઝારા અકસ્માતને પગલે સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો.
જીપમાં ક્ષમતા કરતા વધુ શ્રમિકો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઈડર તરફથી મજૂરીકામ પૂર્ણ કરીને પોતાના ઘરે જતા મજૂરોને અકસ્માત નડ્યો છે.ખાનગી વાહનોમાં ઓવરલોડ મુસાફરોથી તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.