-
મોડે મોડે પણ ખેડૂતોએ બટાકાના પાકનું મબલખ વાવેતર કર્યું
-
પ્રાંતિજ, હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર
-
ગત વર્ષે પાકમાં રોગ, વાતાવરણમાં બદલાવના કારણે નુકશાન
-
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ભાવ મળવાની આશા
-
સારો ભાવ મળી રહે અને કુદરત ન રૂઠે તેવી ખેડૂતોની પ્રાર્થના
સાબરકાંઠા જીલ્લામાં મોડે મોડે પણ ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કરી સારો ભાવ મળી રહે અને કુદરત ન રૂઠે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
સાબરકાંઠા જીલ્લામાં ખેડૂતોએ આ વર્ષે બટાકાનું વાવેતર મોડું કર્યું છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકના વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વાવેતર શરૂ કર્યુ છે. પરંતુ કુદરત ન રૂઠે તેવી ખેડૂતો પ્રાર્થના પણ કરી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રાંતિજ, તલોદ, હિંમતનગર અને ઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતરમાં વધારો થશે. ગત વર્ષે પાકમાં વિવિધ પ્રકારના રોગ, વાતાવરણમાં વારંવાર બદલાવના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતુ, અને બટાકા મફતના ભાવે વેચ્યા હતા. પરંતુ આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ વાવેતર તો શરૂ કર્યુ છે. પરંતુ જો ફરી કુદરત રૂઠે તો ખેડૂતોને નુકશાન થાય તેવી ચિંતા પણ સતાવી રહી છે. બટાકાના પાક પાછળ દવા, બિયારણ, ખાતર, ટ્રેક્ટરના ખર્ચ સાથે કુલ એક વીઘામાં 60થો 65 હજાર જેટલો ખર્ચ વાવેતર પાછળ થાય છે. સામે ખેડૂતોના બટાકામાં ગત વર્ષે વાતાવરણમાં ફેરફારના કારણે વિવિધ રીતે નુકશાન જોવા મળ્યું હતું. જેમાં સુકારાનો રોગ આવતા બટાકાની 50થી 70 ટકા ખેતીને નુકશાન થયું હતું, ત્યારે આ વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ મોડુ મોડું પણ વાવેતર કર્યુ છે, અને સારા ભાવે પાક વેચાય તેવી આશા રાખી છે.