જુનાગઢ : કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો

કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો બે વર્ષ પહેલાં પંદર જુનથી વરસાદ શરૂ થયો હતો

New Update
વરસાદ

 

કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો

પાણીની ખેંચના કારણે વાવેતરમાં ચાર ગણો ઘટાડો

20 જુન પહેલા વરસાદ થાય તેવી ખેડૂતોને આશા

હાલના વર્ષે માત્ર 1265 હેકટરમાં મગફળીનું વાવેતર

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ વાવેતરમાં 4 ગણો ઘટાડો

કેશોદ તાલુકામાં ગત વર્ષે અડધા ચોમાસામાં વરસાદ ન થતા પાણીની ખેંચના કારણે હાલના વર્ષે  છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આગોતરી મગફળીના વાવેતરમાં ચાર ગણો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો બે વર્ષ પહેલાં પંદર જુનથી વરસાદ શરૂ થયો હતો. ગત વર્ષે બાર જુનથી મેઘરાજાનું આગમન થયું હતું.છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલા મેઘરાજાનું આગમન થતુ આવ્યુ છે. પંદર  જુન પહેલા વરસાદ થયો હતો, જ્યારે હાલના વર્ષે પંદર જુન બાદ પણ મેઘરાજાનું આગમન થયુ નથી. ગત વર્ષે બાર જુનથી મેઘરાજાનું આગમન થયું હતું. હાલના વર્ષે મેઘરાજાના આગમનના કાંઈ એંધાણ જોવા નહીં મળતા ત્યારે આગાહીકારોની આગાહી મુજબ વીસ જુન પહેલા વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો. ગત ત્રીજા વર્ષે 4680 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હતું. બે વર્ષ પહેલા 5500 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હતું ગત વર્ષે 8500 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ છે,જ્યારે હાલના વર્ષે માત્ર 1265 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે.

 

Latest Stories