Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : રાજપૂત કરણી સેનાની એકતા યાત્રાનું વડાલીમાં કરાયું ભવ્ય સ્વાગત...

રાજપૂત કરણી સેના દ્વારા યોજાયેલી આ યાત્રા તા. ૧ મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે કચ્છના માતાના મઢથી નીકળી હતી

સાબરકાંઠા : રાજપૂત કરણી સેનાની એકતા યાત્રાનું વડાલીમાં કરાયું ભવ્ય સ્વાગત...
X

ગુજરાત રાજ્ય રાજપૂત કરણી સેનાએ યોજેલી એકતા યાત્રા વિશાળ રથ સાથે ગત ગુરુવારના રોજ સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવી પહોંચી હતી. આ યાત્રામાં અનેક વાહનો સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રાજપૂત કરણી સેના દ્વારા યોજાયેલી આ યાત્રા તા. ૧ મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે કચ્છના માતાના મઢથી નીકળી હતી, ત્યારે ગત ગુરુવારના રોજ વડાલીની પાવન ધરા પર આ યાત્રા આવી પહોંચતા વડાલી રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાલી રાજપૂત સમાજના પ્રમુખ તખ્તસિંહ હડિયોલ, રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો, ભાઈઓ-બહેનો તેમજ અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યત્વે સમાજના સંગઠન અને એકતા,રાજકીય, શૈક્ષણિક જાગૃતિ આવે સાથે સામાજિક કુરિવાજ નાબૂદ થાય તેવા ઉદ્દેશ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story