સાબરકાંઠા : ઉનાળાની શરૂઆત પહેલાં ખેડૂતોની ચિંતામાં વધારો, સિંચાઈ વિભાગ પાસે પાણી માટે કર્યો પોકાર

સાબરકાંઠામાં ઉનાળાની વિધિવત શરૂઆત પહેલા ખેતી માટે જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે,અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ પાસે ઉનાળુ પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે.

New Update
  • ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીની પોકાર

  • જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવા માંગ

  • ખેડૂતોએ ઉનાળુ પાકની કરી છે તૈયારી

  • સિંચાઈ માટે પાણી નહીં મળે તો નુકસાનીની ભીતિ

  • રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગને ખેડૂતોએ કરી રજુઆત

Advertisment

સાબરકાંઠામાં ઉનાળાની વિધિવત શરૂઆત પહેલા ખેતી માટે જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે,અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ પાસે ઉનાળુ પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે.

સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા પાંચ જળાશયોમાંથી રવિ સીઝનને લઈને પિયત માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ જળાશયોમાંથી હવે આ છેલ્લુ પાણી અપાઈ રહ્યું છે.ત્યારે ઉનાળુ વાવેતરમાં પાણી નહી મળે તો ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.તેથી ખેડૂતોએ વધારે પાણીની માંગ અધિકારીઓ પાસેથી અને સરકાર પાસેથી કરી છે.

સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના પાંચ જળાશયોમાંથી ખેડૂત સલાહકાર સમિતિની માંગણીને લઈને રવિ સીઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરવાની તૈયારીઓ દિવાળી પહેલા કરી હતી. દિવાળી બાદ જળાશયોમાંથી પાણી આપવાની શરૂઆત થઈ હતી અને માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના છ તાલુકાના 235 ગામોમાં ત્રણ જળાશયો મળીને 15 ક્યુસેક પાણી અને બે જળાશયોમાંથી છ-છ ક્યુસેક આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનથી આમ કુલ 21,850  હેક્ટરમાં ખેતીને લાભ થયો છે. છ તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરમાં પહોંચ્યું હતું.પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લુ પાણી આપી રહી છે.ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ અને રાજ્ય સરકાર પાસે ઉનાળુ પાકના સારા વાવતેર માટે પાણીનો પોકાર કરી રહ્યા છે.

સાબરકાંઠાના ખેડૂતો ઉનાળુ પાકની તૈયારીઓ કરી લીધી છે. કેટલાક ખેડૂતોએ વાવેતર પણ શરૂ કર્યુ છે,ત્યારે જો પાણી નહિ મળે તો ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદને લઈને જળાશયોમાં પાણીની સ્થિતિ જોઈએ તો હાથમતીમાં  41.38 ટકા એટલે 63.5525 મિલિયન ક્યુબિક મીટર,ધરોઈમાં  60.22 ટકા એટલે કે 489.65 MCM, ગુહાઈમાં 31.34 ટકા એટલે 21.55 MCM, ખેડવામાં 38.23 ટકા એટલે કે 2.917 MCM અને હરણાવ ડેમમાં 64.74 ટકા એટલે કે 14.03 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.તેના કારણે સિંચાઈ વિભાગ દ્વારા માર્ચમાં છેલ્લુ પાણી અપાઈ રહ્યું છે.ત્યારે હવે ઉનાળુ વાવેતર મગફળીમકાઈબાજરીઘાસચારો સહિત શાકભાજીના પાકોને પાણીની જરૂરિયાત ઉભી થઇ છે. કેટલાક વિસ્તાર તો એવા છે કે જ્યાં કુવાના તળ પણ નીચા ગયા છે તેથી ત્યાં સિંચાઈના પાણીની માંગ વધી રહી છે.

Advertisment
Latest Stories