Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : જીવંત વીજ તાર તૂટી પડતા ગાયનું મોત, GEBની ગંભીર બેદરકારી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો...

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં આવેલ અંબિકા નગર વિસ્તારમાં જીઇબીની બેદરકારીના કારણે એક ગાય ઉપર જીવંત તાર તૂટી પડતા મોત નિપજ્યું હતું.

સાબરકાંઠા : જીવંત વીજ તાર તૂટી પડતા ગાયનું મોત, GEBની ગંભીર બેદરકારી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો...
X

મળતી માહિતી અનુસાર, તલોદ શહેરમાં આવેલ અંબિકા નગર રહેણાંક વિસ્તારમાં વીજ પોલ પરથી જીવંત વીજ તાર તૂટી નીચે ઉભેલી ગાયો પર પડતાં એક ગાયના શરીરમાં વીજ પ્રવાહ પસાર થઇ જતાં ગાયને સારવાર મળે તે પહેલા જ તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા, જ્યાં ગાયને બચાવવા પ્રયત્ન કર્યા પણ વીજ પ્રવાહ ચાલુ હોવાથી ગાઈને કોઈ બચાવી શક્યું નહીં. તો બીજી તરફ, લોકોએ તાત્કાલિક જીઇબીમાં જાણ કરી વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો. ગાયના મોત સંદર્ભ તલોદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર રહેણાંક હોવાથી વીજ પોલ પર જીવતા વીજ તારને બદલે રબર કોટિંગ કેબલ નાખવા માટે જીઇબીના સત્તાવાળાઓ સમક્ષ વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે.

પણ જીઇબીના સત્તવાળાઓનાં પેટનું પાણી પણ હલતું નથી. તેવામાં વીજ કરંટ લાગતા ગાયનું મોત થયું છે, જ્યારે હવે માનવ ભોગ લેવાય તે પહેલા ખુલ્લા વીજ તાર બદલી કેબલ નાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story