Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:ખેડબ્રહ્મા પોલીસે તસ્કર ગેંગના 11 સાગરીતોની કરી ધરપકડ,જુઓ કેવી રીતે આપતા હતા ચોરીને અંજામ

સાબરકાંઠાની ખેડબ્રહ્મા પોલીસે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની કડીયા સાસી ગેંગના 11 આરોપીને કુલ રૂપિયા 5,56,746ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આંતરરાજય ગેંગનો પદાફાર્શ કર્યો હતો.

X

સાબરકાંઠાની ખેડબ્રહ્મા પોલીસે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની કડીયા સાસી ગેંગના 11 આરોપીને કુલ રૂપિયા 5,56,746ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આંતરરાજય ગેંગનો પદાફાર્શ કર્યો હતો.

સાબરકાંઠા સહિત ગુજરાત તેમજ ભારતના કેટલાય રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી બેંક,પાર્ટી પ્લોટ તેમજ રિસોર્ટમાં મહિલાઓ સહિતનો ઉપયોગ કરી ચીલ ઝડપ અને તફળંચીની કેટલીય ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જોકે તાજેતરમાં ખેડબ્રહ્માની એસબીઆઇ બેન્કમાં અજાણી મહિલા દ્વારા બે લાખથી વધારેની રકમની ચીલ ઝડપ થતા ખેડબ્રહ્મા સહીત સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે સર્વિલન્સ સહિત બાદમીદારોને એલર્ટ કર્યા હતા. જોકે પોલીસની તપાસના ધમધમાટ વચ્ચે અમદાવાદથી અંબાજી તરફ ખાનગી વાહનમાં જતા ચાર ઈસમોની બાતમી ખેડબ્રહ્મા પોલીસને મળી હતી ત્યારે ખેડબ્રહ્મા પોલીસે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન ચાર ઈસમોને ખાનગી વાહન તરફ જતા શંકાસ્પદ હિલચાલના પગલે પોલીસે કોર્ડન કરી તમામને ઝડપી પૂછપરછ કરતા ખેડબ્રહ્મા પોલીસના પગતળેથી જમીન ખસી જાય તેવો ઘાટ સર્જાયો હતો.

ગુજરાત સહિત દિલ્હી હરિયાણા મહારાષ્ટ્ર કર્ણાટક તેમજ તેલંગાણા જેવા રાજ્યોમાં તરખાટ મચાવનારી ગેંગના ચાર આરોપીઓ ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી હતી જોકે મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના ચાર આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ સહિત અન્ય સર્વેન્સ કામે લગાડતા આ મામલે દેશ કક્ષાની ગેંગનો પર્દાફાશ થયો હતો તેમ જ ખેડબ્રહ્મા પોલીસે આ મામલે 11 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં સફળ બની હતી.

Next Story