સાબરકાંઠા : ઇડરના ગ્રામ્ય વિસ્તારોમાં લાખોનું ચંદનચોરીનું કૌભાંડ ઝડપાયું,3 આરોપીઓ પોલીસ ગિરફતમાં,અન્ય 7 ફરાર

સુગંધિત ચંદન ચોરી કરનાર આખરે જિલ્લા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા. જ્યારે સાત આરોપીઓને પકડવા માટે ચક્રોમાન કર્યા છે.

New Update
સાબરકાંઠા : ઇડરના ગ્રામ્ય વિસ્તારોમાં લાખોનું ચંદનચોરીનું કૌભાંડ ઝડપાયું,3 આરોપીઓ પોલીસ ગિરફતમાં,અન્ય 7 ફરાર

સાબરકાંઠા જિલ્લામાં સુગંધિત ચંદન ચોરી કરનાર આખરે જિલ્લા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા. જ્યારે સાત આરોપીઓને પકડવા માટે ચક્રોમાન કર્યા છે. ઝડપેલા આરોપી પાસેથી સુગંધિત ચંદન ચાર લાખ જેટલો મુદ્દામાલ રિકવર કર્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચંદનની ખેતી કરવામાં આવે છે. ત્યારે ઇડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડ કેટલાય સમયથી ચોરી થઈ રહ્યા છે, ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ ઇડર આસપાસથી કિંમતી ચંદન ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો પણ જાહેર કર્યા હતા. જેમાં ત્રણ મહિલા,ત્રણ કિશોરો સહિત અન્ય એક રીલિવર સહિત તમામ ૧૦ જેટલા આરોપીઓ કિંમતી ચંદનની ચોરી આચરતા હતા.આરોપીઓ દિવસે રુદ્રાક્ષ અને મહિલાઓની કટલરી વેચાણ માટે ગામડાઓમાં ફરતા હતા. એ દરમિયાન ચંદનના ઝાડની રેકી કર્યા બાદ રાત્રીના સમયે ચંદનના ઝાડને કરવત વડે કાપી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. અત્યાર સુધી અંદાજીત ૧૫ લાખ રૂપિયાની કિંમતનું ચંદન ઉત્તર પ્રદેશ ખાતે વેચાણ કરી લીધું છે.જિલ્લામાંથી ચોરાયેલ કિંમતી ચંદનમાંથી પોલીસે ચાર લાખ રૂપિયાનું ચંદન ઝાડ રિકવર કર્યું છે.

Latest Stories