સાબરકાંઠા : ઇડરની જનકપુરી સોસાયટીમાં લગ્ન માટે ઘરે લવાયેલ રોકડ સહિત દાગીનાની લાખોની મત્તાની ચોરી

સગાઈ અને લગ્નના ખર્ચ માટે મકાનના લોકરમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ 12.87 લાખ તિજોરી તોડીને તસ્કરો પલાયન થઈ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

સાબરકાંઠા : ઇડરની જનકપુરી સોસાયટીમાં લગ્ન માટે ઘરે લવાયેલ રોકડ સહિત દાગીનાની લાખોની મત્તાની ચોરી
New Update

ઇડર જનકપુરી સોસાયટીમાં રહેતા અને ઇડરની હોસ્પિટલમાં એનેસ્થેસિયાલિસ્ટ તરીકે સેવા આપતા ડોક્ટરના સગાઈ અને લગ્નના ખર્ચ માટે મકાનના લોકરમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ 12.87 લાખ તિજોરી તોડીને તસ્કરો પલાયન થઈ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

જનકપુરી સોસાયટીમાં ભાડે રહેતા કલ્પેશભાઈ ડેડૂન ઇડરની હોસ્પિટલમા એનેસ્થેસિયોલિસ્ટ તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 6 મે 2022ના રોજ કલ્પેશભાઈ બપોરે હોસ્પિટલનું કામ પતાવી ઘેર ગયા હતા. કલ્પેશભાઈની સગાઈ હોવાથી એમના મંગેતર સાથે ખરીદી કરવા માટે ખેડબ્રહ્મા જવા મકાનને દરવાજાને તાળું મારીને નીકળ્યા હતા.તા. 8 મેના રોજ મેરાવાડા ખાતે જઇ તેમની સગાઈનો કાર્યક્રમ પૂર્ણ કરીને બીજા દિવસે 8 વાગ્યે જનકપુરી સોસાયટી ખાતે મકાન પર જઈને જોતાં મકાનના આગળના ભાગે લગાવેલ જાળીનો તેમજ દરવાજાનો નકુચો તૂટેલો પડેલો હતો.કલ્પેશભાઈ મકાનની અંદર જઈને જોતા તિજોરીના દરવાજા ખુલ્લા હતા. સામાન વેર વિખેર પડ્યો હતો અને તિજોરીના લોકરમાં જોતા લગ્ન ખર્ચ માટે મુકેલા 2 લાખ તેમજ સોના ચાંદીના દાગીના જેમાં સોનાનું બિસ્કીટ 1 જેનું વજન 200 ગ્રામ રૂ.10 લાખ સહિત સોના ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.12,87,000ની ચોરી કરી તસ્કરો પલાયન થઇ જતા કલ્પેશભાઈએ ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

#ConnectGujarat #BeyondJustNews #Sabarkantha #Theft #gold #stolen #silver #Jewelery #Idar #Janakpuri society
Here are a few more articles:
Read the Next Article