સાબરકાંઠા : સુરજપુરકંપાના પ્રગતિશીલ ખેડૂતે કરી શેરડીની પ્રાકૃતિક ખેતી, આરોગ્યવર્ધક ગોળ બનાવી મેળવી આવક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતે 2 વિઘામાં શેરડીનું વાવેતર કર્યું છે, અને શેરડીમાંથી ગોળ બનાવી વેચાણ કરી રહ્યા છે.

New Update
  • હિંમતનગરના સુરજપુરકંપા ગામના પ્રગતિશીલ ખેડૂત

  • ધરતીપુત્ર છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી

  • ખેડૂતે 2 વીઘા જમીનમાં કર્યું છે શેરડીના પાકનું વાવેતર

  • પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી શેરડીમાંથી બનાવે છે ગોળ

  • આરોગ્યવર્ધક ગોળનું વેંચાણ કરી મેળવી રહ્યા છે આવક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતે 2 વિઘામાં શેરડીનું વાવેતર કર્યું છેઅને શેરડીમાંથી ગોળ બનાવી વેચાણ કરી રહ્યા છે.

ખેડૂતો હવે ફક્ત પ્રાકૃતિક ખેતી જ કરતા નથીપરંતુ ઓર્ગેનિક ખેત પેદાશનું વેચાણ કરી બિઝનેસ પણ કરી રહ્યા છે. એટલું નહીંપ્રાકૃતિક ખેત પેદાશનું મૂલ્યવર્ધન પણ કરે છેઅને બમણી આવક ઉભી કરી રહ્યા છેત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ખેડૂત અમૃત પટેલ છેલ્લા 15 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક પદ્ધતિથી શેરડીના ઉત્પાદન બાદ તેનું મૂલ્યવર્ધન કરી દેશી ગોળનું ઉત્પાદન કરીને કમાણી કરી રહ્યા છે. ખેડૂત 4 હજાર કિલો ગોળ બનાવી તેનું વેચાણ પણ કરે છે. તેઓએ અભ્યાસ બાદ બાપદાદાના વ્યવસાયને અપનાવી ખેતીની શરૂઆત કરી હતી. ખેડૂતે જણાવ્યુ હતું કેતેમના બન્ને પુત્રો તેમની 15 વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં શેરડીની ખેતી એક વાર વાવ્યા પછી 5થી 7 વર્ષ સુધી એ જ શેરડીની કાપણી કરી શકાય છે. એટલું જ નહીંતેઓ ડ્રિપ ઇરીગેશન કરી રહ્યા છેજેથી પાણીની બચત થાય છે.

Latest Stories