સાબરકાંઠાના ઇડર તાલુકાના ફિંચોડ ગામ પાસે ખેતરમાંથી ૧૦ ચંદનના ઝાડની ચોરી થઈ હતી. જોકે ખેતરમાં ૫૦૦ ચંદન પૈકી ૧૩ ઝાડ કટર વડે કાપી ત્રણ ઝાડ સ્થળ પર મૂકી અને ૧૦ ઝાડની ચોરી કરી..
સાબરકાંઠા ઇડરના ફિંચોડ ગામે ખેતરમાં ૧૩ વર્ષ પહેલાં ૫૦૦ ચંદનનું વાવેતર કર્યું હતું. પણ ઇડર તાલુકાના ખેડૂતો હવે ચંદનની ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. જ્યારે ખેતર માલિક દિલીપભાઈએ પાણી વાળવા આવતા ત્યારે ખેતરમાં ચંદન કાપેલી હાલતમાં જોવા મળી હતી. જોકે રાત્રિ દરમિયાન ખેતરમાં તસ્કરોએ પ્રવેશ કરી ૧૩ ઝાડ ક્ટરથી કાપ્યા હતા. ત્રણ ઝાડ કાપેલા ત્યાં રહેવા દીધા હતા. અને ૧૦ ઝાડની ચોરી કરી હતી. ચંદનનું એક ઝાડનું બે ફૂટ થડ લેખે ૨૦ ફૂટ ચંદન કિંમત ૯૦ હજારનું ચોરી કરી લઇ ગયાની ફિંચોડ ગામના ખેડૂતે જાદર પોલીસ મથકે અન્ય ઈસમો સામે ફરિયાદ નોંધાઇ હતી.
ઇડર તાલુકામાં મોટા પ્રમાણમાં ચંદનનું વાવેતર કરવામાં આવે છે. જોકે ચંદનની ચોરી અગાઉ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પરંતુ ચંદન ચોરોને પોલીસે પકડવામાં નિષ્ફળ રહી છે. જેથી ચોરીને મોકળું મેદાન મળ્યું છે. જોકે ફિંચોડ ગામ પાસે તસ્કરો ચંદન ઝાડને નિશાન બનાવી હતી. જોકે ચોરોએ ચોરી દરમિયાન ઝાડ કાપવાની કટર ખેતરમાં ભૂલી ગયા હતા. આમ તો ૧૩ ચંદનના ઝાડ કાપી નાખ્યા હતા. લાલ ચંદનના ઝાડ વચ્ચેનો ભાગ ધાર્મિકમાં પૂજાપામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગઈ રાત્રે લાલ ચંદન ૧૦ ઝાડની ચોરીની જાદર પોલીસ મથકે અન્ય ઈસમો સામે ફરિયાદ નોંધી છે. અને ચંદન ચોરી કરનારને પોલીસ તપાસ હાથ ધરી છે.