સાબરકાંઠા : પ્રાંતિજમાં ખરાબ રસ્તાથી ત્રસ્ત સામાજિક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરતા વાહનોની લાગી કતાર,પોલીસે કર્યો હસ્તક્ષેપ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં હાર્દ સમાન એપ્રોચ રોડ બિસ્માર બનતા સામાજીક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.

New Update
  • પ્રાંતિજમાં ખખડધજ રસ્તાથી લોકોમાં આક્રોશ

  • સામાજિક કાર્ય કરે રસ્તો કર્યો બ્લોક

  • વાહનોની લાગી લાંબી કતાર

  • તંત્રને રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં

  • પોલીસે હસ્તક્ષેપ કરીને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં હાર્દ સમાન એપ્રોચ રોડ બિસ્માર બનતા સામાજીક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે. જોકે પ્રાંતિજ તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયતમામલતદાર કચેરીકોર્ટ,રેલવે સ્ટેશન સહિત અંદાજિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ પણ આ માર્ગે અડીને આવેલી છે. અને આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોની મુખ્યત્વે અવરજવર રહેતી હોય છે,પરંતુ આ સ્ટેટ હાઇવે છેલ્લા લાંબા સમયથી બિસ્માર બન્યો છે. જેના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરીમાં કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખરાબ રસ્તાના ત્રાસથી ત્રસ્ત સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા માર્ગ બ્લોક કરીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો,જેના કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.જોકે પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. 

Latest Stories