Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:તલોદ પંથકમાં વરસાદે ભારે તબાહી સર્જી હતી, 11 મકાનો ધરાશાયી થતા સ્થાનિકોને ભારે હાલાકી

સાબરકાંઠાના તલોદ પંથકમાં ભારે વરસાદના કારણે વિવિધ ગામોમાં 11 મકાન ધરાશાયી થતા સ્થાનિકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો

X

સાબરકાંઠા જિલ્લાના તલોદ પંથકમાં વરસેલા મુશળધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા તો બીજી તરફ વિવિધ ગામોમાં 11થી વધુ મકાનો ધરાશાયી થયા હતા.

આ ઉપરાંત વીજળી પડવાથી ત્રણ પશુઓના મોત નીપજ્યા હતા.આ અંગેની વિગત એવી છે કે, તલોદ પંથકમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા.

વરસાદના કારણે પડુસણ ગામમાં ત્રણ મકાન, દાદરડા ગામે ચાર મકાન, સીમલીયા ગામે ત્રણ મકાન અને કેશરપુરા ગામે એક મકાન મળી કુલ 11 મકાનો ધરાશાયી થયા હતા.

આ ઉપરાંત મેશ્વો નદીના જળસ્તરમાં વધારો થતા પ્રતાપજીના મુવાડા જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

Next Story