New Update
ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને મારી ટક્કર
ટ્રકના ટાયર નીચે માતા બાળક કચડાયા
અકસ્માતમાં ઇજાગ્રસ્ત માતા પુત્રનું મોત
બાઈક ચાલક સારવાર હેઠળ
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક પર સવાર માતા અને પુત્ર ટ્રકના ટાયર નીચે કચડાઈ જતા બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્રક ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવ્યો હતો,અને બાઇકને ટક્કર મારી હતી. બાઈક પર દંપતી અને બાળક સવાર હતું. દુર્ઘટના એટલી ભયાવહ અને હૃદયની કંપારી છૂટે તેવી હતી કે ટ્રકના ટાયર નીચે માતા અને પુત્ર આવી જતાં કરુણ મોતને ભેટ્યા હતા.જ્યારે બાઈક સવારને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં ઇડર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.જોકે ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક છોડી ઘટના સ્થળેથી પલાયન થઇ ગયો હતો.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.
Latest Stories