Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: ટેકાના ભાવથી ઘઉંની ખરીદી કરવામાં આવી શરૂ, ખેડૂતોએ દાખવી નીરસતા

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ઘઉંના યોગ્ય ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે

X

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ઘઉંના યોગ્ય ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે પરંતુ ટેકાના ભાવે વેચાણ કરવા માટે એક પણ ખેડૂત આવ્યો નથી ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે વેચાણ કરવામાં ખેડૂતો નીરસતા દાખવી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે રવિ સીઝન દરમિયાન ૮૬હજાર હેક્ટર કરતા વધુનુ વિસ્તારમાં ઘઉંના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે વાવેતર કર્યા બાદ ઘઉંનો પાક લણવાની તૈયારી પણ હતી તે દરમ્યાન જ કમોસમી વરસાદી માવઠા થવાના કારણે ઘઉંના ઉત્પાદનમાં ઘટ્ટ અને ગુણવત્તા પણ ઘટે છે જોકે સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવાની નક્કી કરી હતી અને સરકારે પ્રતી ૨૦ કિલોએ ૪૨૫ ટેકાનો ભાવ નક્કી કર્યા હતો.જોકે સાબરકાંઠા જિલ્લાના ૧૦૦૨ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું તે પૈકીના રોજે રોજ ૨૫ થી લઈને ૭૦ સુધીના ખેડૂતોને વેચાણ કરવા આવવા માટે મેસેજથી જાણ કરવામાં આવતી હોય છે પરંતુ ચાર દિવસથી એક પણ ખેડૂત ટેકાના ભાવે વેચાણ કરવા માટે આવ્યો નથી.જોકે સાબરકાંઠા જિલ્લામાં ઘઉં પકવતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં વેપારીઓ દ્વારા ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળતા હોવાના કારણે ખેડૂતો ખુલ્લા બજારમાં ઘઉંના પાકનું વેચાણ કરતા હોય છે જોકે સરકાર દ્વારા ટેકાનો ભાવ ૪૨૫ પ્રતિ ૨૦ કિલોએ નક્કી કરવામાં આવ્યું છે પરંતુ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને ખુલ્લા બજારની હરાજીમાં ૪૨૫ અને ૫૦૦ કરતાં વધુ ભાવ પ્રતિ ૨૦ કિલોએ મળી રહ્યા છે અને ત્વરિત નાણા પણ વેપારી દ્વારા મળી રહે છે.

Next Story