નર્મદા : ભરઉનાળામાં પણ રાજ્યના અન્ય ડેમ કરતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી વધુ…

ગુજરાતના દરવાજે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે, ત્યારે ઉનાળામાં પણ ભારે ગરમી વચ્ચે પણ સરદાર સરોવર ડેમ રાહતના સમાચાર આપતો રહ્યો છે.

New Update

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી હાલ 123.30 મીટરથી વધુ નોંધાય છેત્યારે ભરઉનાળે 42 દિવસમાં જ સરદાર સરોવરના લાઇવ સ્ટોરેજમાં 68 હજાર કરોડ લિટર પાણીનો વધારો થવા પામ્યો છે.

ગુજરાતના દરવાજે ચોમાસું દસ્તક દઈ રહ્યું છેત્યારે ઉનાળામાં પણ ભારે ગરમી વચ્ચે પણ સરદાર સરોવર ડેમ રાહતના સમાચાર આપતો રહ્યો છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીના જણાવ્યા અનુસારહાલમાં સરદાર સરોવર ડેમમાં જળસપાટી 123.30 મીટરથી વધારે છેઅને પાણીનું લાઇવ સ્ટોરેજ 1,816 એમસીએમ એટલે કે1.81 લાખ કરોડ લિટર છે. અંદાજ મુજબઆ પાણીનો જથ્થો રાજ્યની વસતીની પીવાના પાણીની જરૂરિયાત 6 મહિના સુધી નિભાવી શકે છે. જોકેભરઉનાળે ગરમીમાં આનંદ આપતા સમાચાર એ હતા કેસરદાર સરોવરમાં પાણીની આવક ચાલું રહી છે. માત્ર 42 દિવસમાં જ સરદાર સરોવર નર્મદા ડેમના લાઇવ સ્ટોરેજમાં અંદાજે 68 હજાર કરોડ લિટર પાણીનો વધારો થયો છે. તો બીજી તરફસરદાર સરોવર સિવાયના રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ જળસંગ્રહ 4,932 મિલિયન ક્યુબિક મીટર નોંધાયો છે. જેની સામે સરદાર સરોવરમાં કુલ સંગ્રહ 5,530 મિલિયન ક્યુબિક મીટર છે. એટલે કેરાજ્યના તમામ ડેમોમાં મળીને જેટલું પાણી છેએનાથી પણ વધારે પાણીનો જથ્થો સરદાર સરોવર નર્મદા ડેમમાં નોંધાયો છે.

Read the Next Article

જુનાગઢ : કુખ્યાત કાળા દેવરાજ રબારીને દબોચી લેતી પોલીસ, ગુજસીટોક હેઠળ પોલીસે કરી હતી કાર્યવાહી

જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજને આખરે પોલીસે દબોચી લીધો હતો.107 જેટલા ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપી સામે પોલીસે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી.

New Update
  • જૂનાગઢમાં ગુન્હાઓની સર્જી હતી હારમાળા

  • કુખ્યાત આરોપીની ધરપકડ કરતી પોલીસ

  • કાળા દેવરાજ પર નોંધાઈ ચુક્યા હતા 107 ગુન્હા

  • પોલીસે ગુજસીટોકની પણ કરી હતી કાર્યવાહી

  • પોલીસને આરોપીની ધરપકડમાં મળી સફળતા 

જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજને આખરે પોલીસે દબોચી લીધો હતો.107 જેટલા ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપી સામે પોલીસે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી.

જૂનાગઢમાં ગુન્હાહિત પ્રવૃતો થકી આતંક મચાવનાર કાળા દેવરાજની આખરે પોલીસે ધરપકડ કરી હતી.કાળા દેવરાજ પર 107 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપી સામે ગુજસીટોક હેઠળ પણ ગુન્હો દર્જ કરવામાં આવ્યો હતો.અને તેના ગેરકાયદેરસર ઘર અને ફાર્મ હાઉસ સામે બુલડોઝર કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવ્યા હતા.જૂનગાઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જ્યારે તપાસ અર્થે આરોપી કાળા દેવરાજના ઘરે ગઈ હતી,ત્યારે તેના પરિવાર દ્વારા પોલીસનો વિડીયો બનાવીને ઉશ્કેરણી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.અને પોલીસનો વિડીયો બનાવીને પોલીસ પર રૂપિયા માંગવાનો આક્ષેપ પણ કર્યો હતો.આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસ દ્વારા આરોપીના પરિવાર સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.