Connect Gujarat
ગુજરાત

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટી જાહેર, ચેરમેન પદે કર્ણાટકના પૂર્વ ગૃહમંત્રી રમેશ ચેનીથલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોમાં કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટી જાહેર, ચેરમેન પદે કર્ણાટકના પૂર્વ ગૃહમંત્રી રમેશ ચેનીથલા
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોમાં કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો આવી રહ્યો છે. તેવામાં ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ સ્ક્રીનીંગ કમિટીને આખરી ઓપ આપી કમિટીની જાહેરાત કરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઇ છે. વધુમાં ચૂંટણીમાં યશસ્વી પરિણામ હાંસલ કરવા કોંગ્રેસે પણ કવાયત હાથ ધરી છે. જેને લઈને કેસી. વેણુગોપાલ અને અશોક ગેહલોત સહીતના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હાલમાં ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીને આખરી ઓપ આપ્યો છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને પગલે રાજ્યમાં કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની જાહેરાત કરી છે. જેના ચેરમેન પદની જવાબદારી કર્ણાટકના પૂર્વ ગૃહમંત્રી રમેશ ચેનીથલાને શિરે સોંપવામાં આવી છે. આ અંગે AICCએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે. અમદાવાદ મુલાકાત દરમિયાન કેસી. વેણુગોપાલ અને અશોક ગેહલોત કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં ચૂંટણીના આગમનને લઈને દિવસ-રાત એક કરી કામે લાગી જવા ધારાસભ્યોને સૂચના આપવામાં આવી હતી. પોતાના વિસ્તારના લોકોના પ્રશ્નોને ઉકેલવા અને આગળ આવવા સૂચના તેમજ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Story