Connect Gujarat
ગુજરાત

સેશન્સ કોર્ટે પાટીદાર આંદોલન સમયે થયેલો કેસ પાછો ખેંચવા સરકારની રિવિઝન અરજી મંજૂર કરી,હાર્દિક પટેલ સહિતના નેતાઓને રાહત

હાર્દિક પટેલ સામે માત્ર રાજદ્રોહનો એક કેસ પેન્ડિંગ રહ્યો. રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની રિવિઝન અરજીને સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.

સેશન્સ કોર્ટે પાટીદાર આંદોલન સમયે થયેલો કેસ પાછો ખેંચવા સરકારની રિવિઝન અરજી મંજૂર કરી,હાર્દિક પટેલ સહિતના નેતાઓને રાહત
X

હાર્દિકના પટેલ સામે રામોલમાં નોંધાયેલ ફરિયાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની રિવિઝન અરજીને સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. અગાઉ 25મી એપ્રિલના રોજ આ કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને મેટ્રો કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હવે હાર્દિક પટેલ અને અન્ય 20 આરોપીઓને અરજી પાછી ખેંચવાથી રાહત મળી છે

હાર્દિક પટેલ સામે માત્ર રાજદ્રોહનો એક કેસ પેન્ડિંગ છે. પાટીદાર અનામત આંદોલન સમયે રામોલ પોલીસ સ્ટેશન તોડફોડ અને રાયોટિંગના ગુના સંદર્ભે હાર્દિક પટેલ અને અન્ય આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. થોડા સમય પહેલા જ સરકારે આ કેસો પરત લેવા માટે અરજી કરી હતી જોકે મેટ્રો કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી જેની સામે રાજ્ય સરકારે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને સેશન્સ કોર્ટે માન્ય રાખી છે.

આ બાબતે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, 'સેશન્સ કોર્ટે આપેલા આદેશમાં અવલોકન કર્યું છે કે મેટ્રો કોર્ટ દ્વારા આ અરજીમાં આરોપીઓની અગાઉની વર્તુણૂંક ધ્યાને લીધી હતી. પરંતુ આ કિસ્સામાં કોઈ ખરાબ ઈરાદો નહીં પરંતુ પબ્લિક ઈન્ટરેસ્ટમાં અરજી હોવાનું નોંધ્યું છે અને અરજી મંજૂર કરી છે.20 માર્ચ 2017ના રોજ કોર્પોરેટર પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના તત્કાલીન સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળાં દ્વારા હુમલો કરાયાની ફરિયાદ નોંધાવાઈ હતી. જે ફરિયાદ બાબતે કેસ પરત ખેંચવા સરકારે રિવિઝન અરજી આપી હતી. અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે.

Next Story