Connect Gujarat
ગુજરાત

આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય અને અર્થશાસ્ત્રી અભિજિત સેનનું નિધન, ગત સોમવારે રાત્રે આવ્યો હતો હાર્ટ એટેક

આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય અર્થશાસ્ત્રી 72 વર્ષીય અભિજિત સેનનું સોમવારે રાત્રે નિધન થયું હતું. મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા

આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય અને અર્થશાસ્ત્રી અભિજિત સેનનું નિધન, ગત સોમવારે રાત્રે આવ્યો હતો હાર્ટ એટેક
X

આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય અર્થશાસ્ત્રી 72 વર્ષીય અભિજિત સેનનું સોમવારે રાત્રે નિધન થયું હતું. મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા, ત્યારે તેઓ 2004થી 2014 સુધી આયોજન પંચના સભ્ય હતા.

આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય અને ગ્રામીણ અર્થતંત્રના દેશના અગ્રણી નિષ્ણાતોમાંના એક અર્થશાસ્ત્રી અભિજિત સેનનું સોમવારે રાત્રે નિધન થયું છે. તેમના મૃત્યુની જાણ તેમના ભાઈ ડૉક્ટર પ્રણવ સેને કરી હતી. ડૉ. પ્રણવ સેને કહ્યું, 'તેમને (અભિજીત સેન) લગભગ 11 વાગ્યે હાર્ટ એટેક આવ્યો. અમે તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તેમનું નિધન થઈ ગયું હતું. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, અભિજિત સેને નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવ્યું, અને કૃષિ ખર્ચ અને કિંમતો પરના કમિશનના અધ્યક્ષ સહિત અનેક મહત્વપૂર્ણ સરકારી હોદ્દાઓ સંભાળ્યા. મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા, ત્યારે તેઓ 2004થી 2014 સુધી આયોજન પંચના સભ્ય હતા. અભિજિત સેને 1985માં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આર્થિક અભ્યાસ શીખવ્યો હતો. તેઓ ગ્રામીણ અર્થવ્યવસ્થાના મહાન વિદ્વાન ગણાતા હતા. તેમણે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને એસેક્સ જેવી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર પણ શીખવ્યું હતું.

Next Story