/connect-gujarat/media/media_files/2025/02/18/G3OHA8g4ipJyQR1z5xEn.png)
નવસારી નજીક વેજલપોર ગામની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એક મોટી સફળતા મેળવી છે.SMCની ટીમે મુંબઈ થી સુરત જતી એક નાઈજેરિયન મહિલાને શંકાસ્પદ કોકેન ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. મહિલા કારમાં મુસાફરી કરી રહી હતી,જ્યારે તેને હાઈવે પરથી પકડવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મહિલા પાસેથી અંદાજે 100થી 150 ગ્રામ જેટલું શંકાસ્પદ કોકેન મળી આવ્યું છે. આ માદક પદાર્થની ડિલિવરી મહિલા મુંબઈથી સુરત આપવા જઈ રહી હતી. પોલીસે જપ્ત કરેલા શંકાસ્પદ ડ્રગ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યું છે.
FSL રિપોર્ટમાં જો આ પદાર્થ કોકેન હોવાનું સાબિત થશે, તો સ્થાનિક ગ્રામ્ય પોલીસ મથકમાં મહિલા વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. હાલ પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.