Connect Gujarat
ગુજરાત

દાદરાનગર હવેલી : કરાડ નજીકથી એક્ષપાયરી ડેટવાળી દવાનો જથ્થો મળ્યો

આરોગ્ય વિભાગે તપાસ આરંભી.

દાદરાનગર હવેલી : કરાડ નજીકથી એક્ષપાયરી ડેટવાળી દવાનો જથ્થો મળ્યો
X

દાદરા નગર હવેલીના કરાડ ગામે મધુબન ડેમ નજીક આવેલ એક ખાડીમાં એક્ષપાયરી ડેટની દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જોકે, કોઈ મેડિકલ સ્ટોરવાળાએ આ દવાનો જથ્થો અહી ફેંકી દીધો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યુ છે.

મળતી માહિતી અનુસાર, કરાડ ગામે મધુબન ડેમ નજીક વીઆઈપી ગેસ્ટ હાઉસ તરફ જતા માર્ગ પર આવેલ એક ખાડીમાં એક્ષપાયરી ડેટવાળી દવાનો મોટો જથ્થો જોતા કેટલાક લોકોએ આરોગ્ય વિભાગ સહિત વન વિભાગનો સંપર્ક કર્યો હતો. આ વિસ્તારમાં અનેક વન્ય જીવો રહે છે તેમજ જૂની દવાઓ ખુલ્લી જગ્યામાં નાખી હોવાથી ત્યાંનુ પાણી પ્રદુષિત થવાની સંભાવના જોવા મળી રહી છે.


સમગ્ર મામલે સેલવાસ કલેક્ટરને તેમજ વન વિભાગના અધિકારીઓને પણ લોકોએ જાણ કરી હતી. જોકે, આ દવાનો મોટો જથ્થો અહીં કોણ નાખી ગયુ છે, તેની હજુ કોઈ જાણકારી મળી નથી. ઉપરાંત દવાઓ સાથે અનેક કોસ્મેટિક સામાનો પણ જોવા મળ્યો છે. પરંતુ કોઈ મેડિકલ સ્ટોરવાળાએ આ દવાનો જથ્થો અહી ફેંકી દીધો હોવાનું પણ લોકે પ્રાથમિક અનુમાન લગાડ્યું છે, ત્યારે હાલ તો આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Story