વલસાડ શહેરની બાઈ આવા બાઈ હાઈસ્કૂલ નજીક મોબાઈલ સ્ટોર પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
વલસાડ શહેરમાં એક મોબાઇલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી. બાઈ આવા બાઈ હાઈસ્કૂલની બાજુમાં આવેલી એક મોબાઈલ શોપમાં કોઈ કારણસર કોઈ વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો, અને દુકાનમાં તોડફોડ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બનાવના પગલે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સાથે પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પથ્થરમારો કરીને તોડફોડ કરનારને શોધવા દુકાન અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ખંગાળી આરોપી સુધી પહોંચવા પ્રયાસ કર્યા હતા, જ્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ધવલ અમૃતલાલ ટંડેલ દ્વારા 6 મહિના અગાઉ આ મોબાઇલ સ્ટોરમાં પોતાનો મોબાઈલ રિપેર કરાવવા માટે આપ્યો હતો. જે બાદ પણ તેનો મોબાઇલ યોગ્ય રીતે ન બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યો હતો. આ સાથે