આણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1 આધેડનું મોત

ખંભાત અને હિમ્મતનગમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર અસમાજિક તત્વોએ પથ્થરમારો કરતાં તંગદિલી સર્જાય હતી.

New Update

દેશભરમાં આજે રામનવમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ખંભાત અને હિમ્મતનગમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર અસમાજિક તત્વોએ પથ્થરમારો કરતાં તંગદિલી સર્જાય હતી. જોકે, આ ઘટનામાં ખંભાતમાં થયેલ જૂથ અથડામણમાં એક આધેડનું મોત નિપજતા મામલો વધુ વણસ્યો છે. આણંદ જીલ્લાના ખંભાત શહેરના સકકરપુર વિસ્તારમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર અસમાજિક તત્વોએ પથ્થરમારો કરતાં કોમી વાતાવરણ ડોહડાયું છે.

જોકે, જિલ્લા પોલીસ વડાએ કડકાઈથી કામગીરી હાથ ધરી આ બનાવની અસર જિલ્લામાં અન્ય શોભાયાત્રા ઉપર ન પડે તે માટે તમામ પોલીસ અધિકારીઓને તકેદારીની સૂચના અને તાકીદ કરવામાં આવી હતી. આ ગંભીર બનાવને પગલે પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. આ સાથે જ શહેરના મુખ્ય બજારની દુકાનોમાં આગ ચાંપી બનાવોએ પોલીસને દોડતી કરી દીધી હતી. ખંભાતમાં ટાવર બજાર ખાતે 7થી 8 દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી.

આ તબક્કે ખંભાતમાં પરિસ્થિતિ કાબુ બહાર જવાની શક્યતાઓ જણાઈ રહી હતી, ત્યારે પરિસ્થિતિને કાબુમાં લેવા SP, ASP જિલ્લા LCB, SOGની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી છે. જોકે, ખંભાતમાં થયેલ જૂથ અથડામણમાં એક આધેડનું મોત નિપજતા મામલો વધુ વણસ્યો છે. આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયાનું અનુમાન છે. હાલ તો આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ત્યારે ખંભાત પોલીસ દ્વારા આધેડની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.