Connect Gujarat
ગુજરાત

ગુજરાતની મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબોની હડતાળ, રાજ્ય સરકાર સામે ફરીવાર આંદોલનનું સંકટ

રાજ્ય સરકાર સામે ફરીવાર આંદોલનનું સંકટ ઉભું થયું છે રાજ્યની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબ આજથી હડતાળ પર ઉતર્યા છે

ગુજરાતની મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબોની હડતાળ, રાજ્ય સરકાર સામે ફરીવાર આંદોલનનું સંકટ
X

રાજ્ય સરકાર સામે ફરીવાર આંદોલનનું સંકટ ઉભું થયું છે રાજ્યની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબ આજથી હડતાળ પર ઉતર્યા છે. બોન્ડની માંગને લઇને રેસિડેન્ટ તબીબ દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જેના લીધે કોવિડ અને ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ બંધ રહેશે.

2019ની બેંચના જુનિયર તબીબો કોવિડ ડ્યુટીને બોન્ડમાં ગણવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. તબીબોએ કોવિડ સમયગાળામાં જે કામગીરી કરી તેને બોન્ડમાં સમાવવાની માંગ કરવામાં આવી રહી છે. 2020માં કોરોના હતો તે સમયે સિનિયર રેસિડેન્ટ તબીબોએ કોવિડમાં સેવા આપી હતી. 2017-18ની બેચના તબીબોને કોવિડ ડ્યુટીને સરકારે બોન્ડમાં ગણીને રાહત આપી હતી. આ સમયગાળા દરમિયાન 2019 ની બેચના તબીબોને પણ કોવિડ કામગીરી કરી હતી.

પોતાની અનેક પડતર માંગણીઓને લઇ આ હડતાળ કરવામાં આવી છે 2019ની બેંચના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા તેમની 36 મહિનાની રેસીડેન્સી માંથી સૌથી વધુ 17 મહિના કોવિડની સેવામાં આપી હોવાથી તેઓને પણ બોન્ડ સેવા માં રાહત મળે તેવી માંગ કરી હતી. એ માટે વિવિધ સ્તરે રજૂઆત પણ કરી હતી. પરંતુ કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે રેસિડેન્ટ તબીબ હડતાળ પર ઉતારવાનો નિર્ણય કર્યો છે. જેથી આજે સવારે 11 વાગ્યાથી તમામ રેસિડેન્ટ તબીબ હડતાળ પર ઉતરી કામગીરીથી અળગા રહેશે.

Next Story