Connect Gujarat
ગુજરાત

સુરત : ગોપાલ ઇટાલીયાના જુના વિડીયોનો વધતો વિવાદ, બજરંગ સેનાએ કર્યો વિરોધ

પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના ભુતકાળના એક વિડીયોએ વિવાદનો મધપુડો છંછેડયો છે

X

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં આપ અને ભાજપ આમને સામને આવી ગયાં છે ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના ભુતકાળના એક વિડીયોએ વિવાદનો મધપુડો છંછેડયો છે. સુરતમાં બજરંગ સેનાના કાર્યકરોએ મહારાણા ચોક ખાતે ગોપાલ ઇટાલીયાના પુતળાનું દહન કર્યું હતું.

ગોપાલ ઇટાલીયાના ભુતકાળના એક વિડીયોના કારણે ચર્ચામાં આવી ગયાં છે. હીંદુ સમાજના કથાકારો વિશે કરેલી ટીપ્પણી બદલ તેમનો વિરોધ થઇ રહયો છે. આપના અધ્યક્ષ બન્યાં પહેલાંનો વિડીયોનો વિવાદ શમવાનું નામ લેતો નથી. રવિવારના રોજ સુરતના ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલીયાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બજરંગ સેનાના 10 વધુ કાર્યકર્તાઓને ડિટેઈન કરી લેવામાં આવ્યાં હતાં. ગોપાલ ઇટાલીયાએ તાજેતરમાં જ આ મામલો વધુ ન વણશે તેને લઈને પોતાના નિવેદનને લઈને માફી પણ માંગી હતી.જોકે હજી પણ આ મામલો શાંત થાય તેવું દેખાઈ રહ્યું નથી. આ અગાઉ આ મામલે આપના આગેવાનો પર વિસાવદર નજીક હુમલાની ઘટના પણ બની ચુકી છે.....

Next Story